કેલિફોર્નિયાએ ઇમિગ્રન્ટ્સના 17,000 કોમર્શિયલ ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કર્યા
કેલિફોર્નિયાએ ઇમિગ્રન્ટ્સને આપવામાં આવેલા
17,000 કોમર્શિયલ ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવાની બુધવારે જાહેરાત કરી હતી. વિદેશી ડ્રાઇવર્સને અમેરિકામાં રહેવાની કાનૂની પરવાનગી કરતાં તેમના લાઇસન્સની એક્સપાયરી મુદત વધુ હોવાનું બહાર આવ્યા પછી રાજ્યે આ નિર્ણય કર્યો હતો. આ નિર્ણયથી ભારતીય મૂળના સેંકડો ટ્રક ડ્રાઈવરોને ફટકો પડવાની ધારણા છે.